News

દેશના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીના વરદ હસ્તે ૨૮.૧૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવ નિર્મિત ‘ડાંગ જિલ્લા પંચાયત ભવન’ આહવા નું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું

દક્ષિણ ગુજરાતમાં આંતરમાળખાકીય અને પ્રજાલક્ષી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આજરોજ ‘વિશ્વ પર્યાવરણના દિને’ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સુરત ખાતે થી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓને અંદાજીત રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ ૮ વિભાગોના ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી. જેમાં આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિતની વિશેષ ઉપસ્થિતમાં આહવા ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ૨૮.૧૩ કરોડના ખર્ચે નવ નિર્મિત થયેલ ‘ડાંગ જિલ્લા પંચાયત ભવન’ આહવાનું ઈ-લોકાર્પણ બાદ ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો.

ડાંગ જિલ્લા પંચાયતના અધ્યતન સુવિધાઓ યુક્ત નવ નિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે ડાંગ જિલ્લાને જિલ્લા પંચાયતના નવા મકાનની ભેટ આપવા બદલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે દેશના વડાપ્રધાનશ્રી તેમજ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડાંગ જિલ્લા પંચાયત ભવનનો પ્રોજેક્ટ પરિચય :

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ પંચાયત માર્ગ અને મકાન વિભાગ ડાંગ દ્વારા રૂપિયા ૨૮. ૧૩ કરોડના ખર્ચે નિર્મિત થયો છે.

ડાંગ જિલ્લાના આહવા ખાતે નવા જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ ડાંગ જિલ્લા વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા અને જાહેર સેવાઓના કાર્યક્ષમ અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલ પ્રતિષ્ઠિત વહીવટી માળખાકીય વિકાસ પ્રોજેક્ટ છે. નવ નિર્મિત જિલ્લા પંચાયત ભવન એક આધુનિક વહીવટી સંકુલ છે, જેમાં બેઝમેટ સહિત જી+4 માળનું મુખ્ય કચેરી ભવન આવેલ છે.

મકાનની મુખ્ય સુવિધાઓ

બેઝમેટ સુવિધાઓ, (Administrative Facilities)બેઝમેન્ટ સહિત જી+4 માળનું મુખ્ય કચેરી ભવન, તમામ જિલ્લા પંચાયત કચેરીઓ એક જ પરિસરમાં, મુખ્ય કોન્ફરન્સ હોલ, મલ્ટીપર્પઝ હોલ, બે મિની કોન્ફરન્સ હોલ, આધુનિક ફર્નિચર, ઇન્ટરનેટ અને આઈટી સુવિધાઓજનસુવિધા અને સુલભતા
બે પેસેન્જર લિફ્ટ, ચાર સીડીઓ, દિવ્યાંગજનો માટે અવરોધમુક્ત પ્રવેશ વ્યવસ્થા, નાગરિકમૈત્રી અવરજવર સુવિધાઓપાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપન
બેઝમેન્ટ પાર્કિંગ સુવિધા, 50થી વધુ વાહનો માટે ગ્રાઉન્ડ પાર્કિંગ, વીઆઈપી મુલાકાતીઓ માટે અલગ પાર્કિંગ, આંતરિક સીસી રોડ નેટવર્કપર્યાવરણ અને લેન્ડસ્કેપ વિકાસસુવ્યવસ્થિત બગીચા અને હરિયાળી વિકાસ, લેન્ડસ્કેપિંગ કામગીરી, સ્ટ્રીટ લાઈટિંગ વ્યવસ્થા, સ્વચ્છ અને આકર્ષક પરિસર વિકાસસુરક્ષા અને આધારભૂત માળખાકીય સુવિધાઓસુરક્ષા કેબિન, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, રિટેઇનિંગ વોલ, કમ્પાઉન્ડ વોલ, અન્ય સહાયક માળખાકીય સુવિધાઓવિશિષ્ટ સુવિધાઓવીઆઈપી કેન્ટીન સુવિધા, અધિકારીઓ અને મુલાકાતીઓ માટે અનુકૂળ બેઠક વ્યવસ્થા, આધુનિક સંકલિત વહીવટી માળખું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *