News

સોનગઢના ઉકાઈ શેરૂલા ફાયરીંગ બટ ખાતે તા. ૧૫ થી ૩૦ નવેમ્બર દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ફાયરીંગ પ્રેક્ટિસ યોજાશે

તાપી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કાર્યક્રમનું આયોજન સોનગઢ તાલુકાના ઉકાઈ શેરૂલા ફાયરીંગ બટ ખાતે કરવામાં આવ્યું છે. આ તાલીમ આગામી તા. ૧૫ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાશે.

ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન નાગરિકોની સુવિધા અને જાનમાલની સલામતી જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા એક વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ફાયરીંગ બટ વિસ્તારની આજુબાજુના ૧૦૦૦ મીટરના વિસ્તારમાં કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિઓ કે સ્થાનિક રહીશોએ પ્રવેશ કરવો નહીં.

આ સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં ઢોર-ઢાંખર ચરાવવા કે ચરાવવા માટે પશુઓને લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે. જિલ્લા તંત્ર દ્વારા આજુબાજુના વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને પોતાની સુરક્ષા ખાતર આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *