News ગુજરાત વલસાડ

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ ની દિલ્હી ગૃહ મંત્રાલય ખાતે લોકસભાના દંડક,વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે એમના પરિવાર અને જિલ્લાના સહકારી આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ ને દિલ્હી ગૃહ મંત્રાલય ખાતે લોકસભા ના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે એમના પરિવાર સાથે  અને એમની આગેવાનીમાં વલસાડ સહકારી ક્ષેત્રના આગેવાન શ્રી અરવિંદભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ

પટેલ, તેમજ જિલ્લાના અન્ય સહકારી આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી, મુલાકાત દરમ્યાન વલસાડ જિલ્લા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી અને ભારતની ઉચ્ચ સહકારી સંસ્થા ઇન્ડિયન પોટાશ લિમિટેડ સાથે જોડાણ કરી હજારો સભાસદોને મળનાર લાભો બદલ એમનો આભાર વ્યક્ત કર્યો હતો,આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહએ સાંસદશ્રીના મતવિસ્તાર માં આગામી દિવસો માટેની રાજનૈતિક રણનીતિઓ તેમજ વિકાસકાર્યો અંગે વિગતવાર ચર્ચાઓ કરી એમનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *