News

1990 માં મહુવા સુગર સિવિલ મેસન તરીકેની નોકરી પૂર્ણ કરી મહંમદ ભાઈ નો વિદાય કાર્યક્રમ યોજાયો

.મહુવા સુગરના એક એવા કર્મચારીની કહાની, જેને લોકો આજે સલામ કરે છે — મહમદ અબ્બાસ તાજમહમદ ખાન
1990માં મહુવા સુગરમાં સિવિલ મેસન તરીકે ની નોકરી શરૂ કરનાર મહમદભાઈ માત્ર કર્મચારી નહોતા…
પણ કંપની માટે “મુશ્કેલીમાં યાદ આવતો માણસ” બની ગયા હતા.
સિવિલ ડિપાર્ટમેન્ટ હોય, આગ જેવી ઈમરજન્સી હોય, પાવર હાઉસ, મેન્યુ, લેબ કે સુગર હાઉસ —
જ્યાં જ્યાં સમસ્યા… ત્યાં ત્યાં એક જ નામ ગુંજતું…
“મહમદને બોલાવો…”
એક સમય એવો આવ્યો કે ડિસ્ટિલરી પ્લાન્ટના સ્લજના નિકાલ માટે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા.
મોટા મોટા અધિકારીઓ પણ હારી ગયા…
પણ ત્યારે મહમદભાઈએ હિંમત બતાવી
મેનેજિંગ ડિરેક્ટર સાહેબ પાસે જઈ માત્ર એટલું કહ્યું —
“સાહેબ… મને 15 દિવસ આપો.”હું આ સ્લજ નો નિકાલ કરી આપીશ અને પછી…
રાત દિવસ એક કરી દીધા…
પોતાની સમજશક્તિ, મહેનત અને જુસ્સાથી આખરે સ્લજનો નિકાલ કરી બતાવ્યો.
જે કામમાં બધાએ હાથ ઊંચા કરી દીધા હતા…
તે કામ મહમદભાઈએ કરી બતાવ્યું.
વાર-તહેવાર હોય કે કોલોની સાઇટની જવાબદારી…
જ્યારે લોકો પરિવાર સાથે ઉજવણી કરતા હતા,
ત્યારે મહમદભાઈ પોતાની ફરજ પર ખડેપગે ઉભા રહેતા.
ચોમાસામાં મહુવા સુગર પાણીમાં ગરકાવ થઈ જાય…
નદી-નાળા ઉફાન પર હોય…
ત્યારે પણ પોતાની ફરજ માટે જીવ જોખમમાં મૂકી
નદી-નાળા પાર કરી કંપની સુધી પહોંચતા.
આજના સમયમાં જ્યાં લોકો ફરજથી ભાગે છે…
ત્યાં મહમદ અબ્બાસ તાજમહમદ જેવા લોકો ફરજ માટે જીવ પણ જોખમમાં મૂકી દેતા હતા.
આવા કર્મચારી માત્ર કંપનીની શાન નથી…

આજે વિદાય સમારોહ દરમિયાન મહુવા સુગરના કર્મચારીઓ અને અધિકારીઓએ સાલોઢાડી વિદાય ગીરી સન્માન સમારો હ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મહંમદ ભાઈ નાપોતાના પરિવાર ને રોજી રોટી આપેલી સંસ્થા માં પોતાના પરિવાર ની આખરી મુલાકાત કરાવી હતી મહમદ ભાઈએ સમગ્ર સમાજને પ્રેરણા રૂપ દાખલો આપ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *