News

વાંસદા ગામે આજે હિન્દુ સમાજ દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવી હતી.

વાંસદા ખાતે એક હિન્દુ મહિલાની છેડતીની ઘટનાને પગલે આજે સમગ્ર તાલુકામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ સમગ્ર ઘટના ના વિરોધમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ આક્રોશ રેલી યોજાઇ હતી જ્યાં હિન્દુ મહિલાની સુરક્ષા લવ જે હાદ અને ધર્મ પરિવર્તન જેવા મુદ્દાઓને લઈને સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
વસદના જુના એસટી ડેપોથી શરૂ થયેલી આ હિન્દુ આક્રોશરેલી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી આ રેલીમાં બજરંગ દળ ના સભ્યો વિશ્વ હિન્દુ પરિષદ તાલુકા તથા સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં હિન્દુ મહિલાઓ પણ જોડાયા હતા
વિધર્મી દ્વારા હિન્દુ મહિલાઓની વારંવાર થતી છેડતીને લઈને હિન્દુ સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો હાથમાં બેનરો અને સુત્રો ચારો સાથે હિન્દુ સમાજના આગેવાનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભૂતકાળમાં પણ છેડતી ધર્મ પરિવર્તન અને લવ જેહાદ જેવા અનેક બનાવો વારંવાર બનતા આવ્યા છે જેના કારણે હિન્દુ સમાજમાં અ સુરક્ષાની લાગણી વધી રહી છે.


રેલી દરમિયાન હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે વાસદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બહારના રાજ્યોમાંથી આવીને વસેલા પરપ્રાંતી લોકો અંગે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાયદાકીય ચકાસણી કરવામાં આવે તો ઘણા અસામાજિક તત્વો તથા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો મોટી સંખ્યામાં મળી આવે એમ છે.


આક્રોશિત હિન્દુ આગેવાનો દ્વારા સરકાર અને પોલીસ તંત્ર પાસે માંગ કરવામાં આવી હતી કે હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચાર સામે આવા અસામાજિક તત્વો ને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સખત પગલાં લેવામાં આવે
હિન્દુ સમાજની આજની આ આક્રોશ રેલી જોતા એક વાત સ્પષ્ટ છે કે અસામાજિક તત્વો દ્વારા થતી આવી પ્રવૃત્તિઓને ડામવા માટે સરકાર અને પોલીસ તંત્ર તાત્કાલિક જરૂર પગલાં ન ભરે તો આવનારા સમયમાં વાંસદા તાલુકાની શાંતિમાં ભંગ થશે એવા સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જોઈએ સમય શું તાલ બેસાડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *