તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોગ અભ્યાસ યોજાયો
૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સાપુતારા, વધઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન ખાતે અને સુબીર તાલુકા કક્ષાનો કાર્યક્રમ નવજ્યોત શાળા, સુબીર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ,. વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકો જોડાયા હતા.

“યોગા ફોર હેલ્ધી એજિંગ” એટલે કે “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ”ની થીમ સાથે નાગરિકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, અધિકારી-કર્મચારીઓ અને યોગપ્રેમીઓએ ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
તાલુકા કક્ષાએ યોજાયેલ સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ તાલીમબદ્ધ યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો.
