નારી વંદન ઉત્સવ,મહિલા સ્વાવાલંબન દિવસ : નવસારી જિલ્લો*
નવસારી,તા.૦૫: આજરોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા રોજ્ગાર કચેરી, જિલ્લા ઉધોગ કેન્દ્ર નવસારીના નેતૃત્વ હેઠળ “મહિલા સ્વરોજગાર મેળા” નું આયોજન “ રામજી મંદિર હોલ, નવસારી” ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, નિયામકશ્રી ડીઆરડીએ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી, અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના કર્મચારીઓ તેમજ ૪૦૦ થી વધુ મહિલાઓ સહિત વિવિધ સાત કંપનીઓના HR મેનેજર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ જુદા જુદા વિભાગ તેમજ નોકરી દાતામાંથી પધારેલ મેનેજરશ્રીઓ તેમજ મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ રોજગારી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન મહેમાનશ્રીઓના હસ્તે ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રગતિ કરેલ મહિલાઓનું સન્માન, અનાથ દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણ, મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત લોન મંજૂરી હુકમ વિતરણ તેમજ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦
