
મહુવા તાલુકાના ગોપડા ગામે ભરવાડ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે જૂથ અથડામણ થઈ હતી જેની જાણ ફરિયાદી હર્ષદભાઈ કનુભાઈ પટેલે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જાણવા મળેલ છે કે ફરિયાદી હર્ષદભાઈ કનુભાઈ પટેલ એમના પિતાશ્રી તેમની પત્ની અને બે બાળકો સાથે સણવલાગામે હર્ષદભાઈ ના મામા ના ત્યાં મળવા માટે ગયા હતા મળીને સણવાલલા થી ગોપડા એમના ઘરે આવી રહ્યા હતા ત્યારે ગોપડા ગૌચર ફળિયામાં રહેતા જોધાભાઈ બીજલભાઇ ભરવાડ ના પરિવારના નાના બાળકો દિવાળી નો તહેવાર હોય રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ફરિયાદી હર્ષદભાઈ કનુભાઈ પટેલે રોડ ઉપર ફટાકડા ફોડી રહેલા બાળકોને ખસી જવા માટે હોન વગાડતા ઘસી ગયા હતા ત્યારબાદ હર્ષદભાઈ ની ગાડી ની પાછળ બાળકો લાકડી અને હાથોથી કાચ ઉપર ઠોકતા હતા જેથી બીજાની ગાડી ને નુકસાન ન થાય એ માટે બાળકોને ગાડીઉભી રાખી પાછળ ઠોકવા ના પાડતા ત્યાં ઉભા રહેલા જોધાભાઈ બીજલભાઇ ભરવાડસાથે 2 મયુરભાઈ શૈલેષભાઈ ભરવાડ 3 ,કિશનભાઇ શૈલેષભાઈ ભરવાડ, 4 હીરાબેન શૈલેષભાઈ ભરવાડ, 5, વાલજીભાઈ જોધાભાઈ ભરવાડ, 6, ભરતભાઈ જોધાભાઈ ભરવાડ, 7, તુલસીભાઈ ભુપતભાઈ ભરવાડ તમામ રહે ગોપડા ગૌચર ફળિયુ આ તમામ લોકો રોડ ઉપર ધસી આવી હર્ષદભાઈ ને અને એમના પરિવારને ગાડીમાંથી ખેંચી કાઢી અભદ્ર ગાળ આપી ઢીક મુકાનો માર મારી રહ્યા હતા ત્યારે હર્ષદભાઈ ને હીરાબેન શૈલેષભાઈ ભરવાડ એ પાછળ થી દાતરડા જેવું તીક્ષણ હથિયારથી માથાના ભાગે મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું ત્યાંથી પસાર થતા ગામના લોકો એકત્રિત થઈ જતા વાતાવરણ ઉપગ્રહ બન્યું હતું ત્યારે હર્ષદભાઈના પરિવારને છોડાવવા વચ્ચે પડેલા કિરણભાઈ રણછોડભાઈ પટેલને અને ગામ લોકોને પણ આદિવાસી જાતિ વિષયક અભદ્ર ગાળો આપી મારવામા આવયા હતા ભરતભાઈ ભરવાડ પાવડો મારતા હતા ત્યારે કિરણભાઈ બચાવ માટે હાથ આડો કરતા હાથ ના ભાગે ઇજા પહોંચાડેલી અને તમામ ગામજનોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ ઇજાગ્રસ્તતમામને મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ના ડોક્ટરે તપાસ કરી કિરણભાઈ ને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા જેથીતમામ આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈ જતા મામલો ગરમાંયો ગોપડા ગામે તપાસમાં આવેલી પોલીસના ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા ત્યારબાદ
ફરિયાદી અને ગામ લોકો મોડી રાત સુધી પોલીસ સ્ટેશનને એટ્રોસિટીની અને મારામારીનો ગુનો દાખલ કરવાની ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ લઈ મહુવા પોલીસ દ્વારા ફરિયાદ કોર્ટમાં મોકલી આપવામાં આવેલ છે
