
વાંસદા તાલુકા ના ઉનાઈ ગામે ઉષ્ણ અંબા ધામમાં ચાલી રહેલી પ્રફુલભાઇ શુક્લ ની ભાગવત કથા માં આજે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ધામ ધૂમ થી ઉજવાયો હતો ઉનાઈ ના પ્રતિષ્ઠિત ટાંક પરિવાર દ્વારા લાલાનું પારણું ઝૂલાવાયું હતું,ત્યારે અબીલ ગુલાલ ની છોળો વચ્ચે ” નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી ” ના નાદ થી નાચી ઝૂમી ઉઠ્યા હતા હરિશભાઈ પરમાર અને શૈલેશભાઈ પટેલ દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજે કથામાં વનારસી થી રંજન ભક્તાણી તથા વાંસદા થી પ્રદેશ ભા, જ, પ, મહામંત્રી પિયુસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વ્યાસ પીઠ પરથી સ્વાગત કરવામાં આવ્યું હતું ગુરુવારે મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઇ પાંચિયા દ્વારા ગોવર્ધન પૂજા કરવામાં આવશે
