ગુજરાતના સૌથી વધુ વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામાં વરસાદી પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવી રહ્યું છે.
કુલ સિંચાઈ ક્ષમતા : 10,739 હેક્ટર
✅ સંગ્રહ તળાવોથી લાભ : 4,383 હેક્ટર
✅ ચેકડેમોથી લાભ : 3,967 હેક્ટર ✅ ટપક સિંચાઈથી લાભ : 2,386 હેક્ટર
🏗️ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 134 ચેકડેમો પૂર્ણ કરવામાં આવ્યા છે.
💰 કુલ ખર્ચ : રૂ. 82.22 કરોડ
💦 જળ સંગ્રહ ક્ષમતા : 223.17 મિલિયન ઘનફૂટ
🌾 લાભાન્વિત વિસ્તાર : 2,840 હેક્ટર

🚧 હાલમાં 8 નવા ચેકડેમો પ્રગતિ હેઠળ છે, જ્યારે આગામી વર્ષોમાં 34 નવા ચેકડેમ/વિયરો માટે આયોજન કરવામાં આવ્યું છે.
🌊 પુર્ણા, ગીરા, ખાપરી અને અંબિકા નદીઓ પર ચેકડેમો અને વિયરોના નિર્માણ દ્વારા વરસાદી પાણીને ડાંગમાં જ રોકી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે.
🌿 જળ સંરક્ષણ, ભૂગર્ભજળ રિચાર્જ, ટપક સિંચાઈ અને આધુનિક પાણી વ્યવસ્થાપનથી ખેડૂતોને વર્ષભર સિંચાઈની સુવિધા મળી રહી છે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળી રહી છે.
