News

વલસાડના ઓલગામમાં ગામમાંથી વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ”ના અવસર
પર સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ- ૨૦૨૫ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા
ચલાવવામાં આવી રહેલા તમાકુ મુક્ત યુવા અભિયાન અંતર્ગત વલસાડ તાલુકાના ડુંગરી ક્લસ્ટર લેવલ ફેડરેશન
દ્વારા ઓલગામ ગ્રામ પંચાયત ખાતે વ્યસન મુક્તિ કાર્યકમ યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમના પ્રારંભે ગામમાં વ્યસન મુક્તિથી જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં
વલસાડ તાલુકા લાઈવલી હુડ મેનેજર શ્રી હર્ષદભાઈ દેસાઈ, તલાટી કમ મંત્રી પંકજભાઈ, તાલુકા એપીએમ
રાજેશભાઈ, આરોગ્ય વિભાગના ગ્રામ્ય કર્મચારી, માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી મુકેશભાઈ તથા મોટી સંખ્યામાં
ગ્રામ સખી સંઘ અને સખી મંડળના બહેનો હાજર રહ્યા હતા. તાલુકા મેનેજર હર્ષદભાઈ દેસાઈ દ્વારા વ્યસનથી
થતા નુકસાન વિશે સમજ આપી અને આ અભિયાનમાં બહેનોની શું ભૂમિકા છે એ અંગે સમજ આપી હતી. માજી
જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ દ્વારા વ્યસનથી થતા નુકસાન અને યુવા પેઢીને બચાવવા અને તેમને વ્યસનથી
દુર રાખવા સમજ આપી હતી. યુવા પેઢી વ્યસન મુક્ત હશે તો વર્ષ ૨૦૪૭ સુધીમાં સશક્ત ભારતનું નિર્માણ થઈ
શકશે. જેથી યુવાધન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *