News ગુજરાત વલસાડ

પારડી પોલીસ મથક ના પી. આઈ. શ્રી. જી. આર. ગઢવી સાહેબની ખુબ વંદનીય કામગીરી તેમની આગેવાની માં સાયબર ક્રાઇમ નો ભોગ બનેલ યુવક ને યોગ્ય ન્યાય મળિયો


વલસાડ -કિરણ પટેલ   પારડી તાલુકા માં સાયબર ક્રાઇમનો દિલ ધડકાવનાર બનાવ બનિયો હતો જેમાં ન્યૂડ વીડિયો લાઈવ બતાવવાના બહાને એક અજાણી મહિલાએ પારડીના તાલુકા ના 24 વર્ષીય યુવકને લલચાવી કુલ રૂ. 1,00,399ની ઠગાઈ કરી હતી. યુવકની ફરીયાદ બાદ પારડી પોલીસે ટેકનિકલ એનાલીસીસથી ગુનો ઉકેલી જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી યુવતીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ પારડીની સોસાયટીમાં રહેતો આદિત્ય નામનો યુવક (24) વર્ષ ના ને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મળ્યા બાદ ટેલીગ્રામ પર (@monikababy33)  આઈડી દ્વારા ચેટ શરૂ થઈ હતી. મહિલાએ ન્યૂડ વીડિયો જોવાલોભામણી તરકીબ બતાવી યુવક પાસે સૌ પ્રથમ રૂ. 901 લીધા બાદ અવાર- નવાર સિક્યુરિટી ટેક્સ, GST અને અન્ય કેટલા પેતરા અજમાવી  કુલ રૂ. 1,00,399 ( Google Pay) દ્વારા ટ્રાન્સફર કરાવ્યા હતા.


જે સમગ્ર મુદદે ફરિયાદ નોધાતા પારડી પી.આઈ જી.આર ગઢવી સાહેબે તપાસ આદરતા રકમ બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઉધમપુર (જમ્મુ-કાશ્મીર)ના એકાઉન્ટમાં જમા થયેલી તપાસ માં બહાર આવ્યુ હતું જેથી પોલીસ ટીમ જમ્મુ કશમીર તપાસ અર્થે પહોચી હતી  બાદ પોલીસે છેતરપિંડી કરતી મનકા રાધા શિવકુમાર ભગત જી. ઉધમપુર જમ્મુ એંન્ડ કશ્મીરને  કસ્ટડી માં લેવાયી અને મહિલા પાસેથી સંપૂર્ણ રકમ રીકવર કરી સાયબર ગુનામાં મોટી સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *