News

કુકરમુંડા તાલુકામાં ખેડૂતો માટે ‘પ્રાકૃતિક ખેતી’ વિષયક વિશેષ તાલીમ શિબિર યોજાઈ

​તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિને વેગવાન બનવવા પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરો યોજાઈ રહી છે, ત્યારે કુકરમુંડા તાલુકામાં પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પરિવર્તન લાવવા અને ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાના આશયથી ‘પ્રાકૃતિક ખેતી’ પર એક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ શિબિરમાં તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના નુકસાન વિશે માહિતગાર કરી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતી ખર્ચ શૂન્ય કરી શકાય છે અને જમીનની ફળદ્રુપતા લાંબા ગાળા સુધી જાળવી શકાય છે. ખેડૂતોને સ્થળ પર જ જીવામૃત અને અન્ય કુદરતી ખાતરો બનાવવાની રીત સમજાવવામાં આવી હતી, જેથી તેઓ પોતાના ખેતરમાં જ તેનું અમલીકરણ કરી શકે…

​આ કાર્યક્રમના અંતે ખેડૂતોએ ઝેરમુક્ત ખેતી અપનાવી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યની રક્ષા કરવાનો ઉત્સાહપૂર્વક સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે કૃષિ વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *