News ગુજરાત વાંસદા

પાખરી ખાતે ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપ લાઈન માંથી ડીઝલ લીકેજ થઈ આગ ફાટી નીકળતાં ગ્રામજનો ભયભીત

જિલ્લા ડિઝાસ્ટર તંત્ર એકશન મોડમાં આવતા ફાયર બ્રિગેડ,આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી

આધુનિક સુવિધાઓથી સજ્જ કંપનીના ટેક્નિશિયનો પોતાના કૌશલ્યથી પાઇપ લાઈન સત્વરે રિપેર કરી ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા પાખરી ખાતે સફળ રીતે મોકડ્રિલ નું આયોજન હાથ ધરી ઝીરો કેજ્યુલીટીથસ તમામ કામગીરી સૂપેરે સંપન્ન કરી

તાપી-તા.૦૫ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પાંખરી ગામ નજીકથી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપ લાઈનમાં બુધવારે સવારે અચાનક જ ડીઝલ લીકેજ થયા બાદ આગ ફાટી નીકળતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સંદર્ભે કંપની દ્વારા તાપી જિલ્લા વહીવટી વિભાગ ને જાણ કરવામાં આવતાં તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડ,આરોગ્ય વિભાગ,

પોલીસ તંત્રના લોકો સ્થળ પર પહોંચી ગયા હતાં અને કંપનીના સ્ટાફ સાથે મળી પાઇપ લાઈન માં થયેલું લીકેજ બંધ કરવામાં સફળતા મેળવી હતી.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, વેસ્ટર્ન રિજન પાઇપલાઇન્સ, KASPL સોનગઢ પંપ સ્ટેશન દ્વારા બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025 ના રોજ ઇમરજન્સી રિસ્પોન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હેઠળ પાખરી ગામે નિઝર પ્રાંત અધિકારીશ્રી ઓમકાર સિંદેના અધ્યક્ષ સ્થાને ઓફ-સાઇટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *