સન ઑફ આદિવાસી-વાંસદા તાલુકામાં ઘણા સમયથી વાંસદા અને આજુબાજુના વિસ્તારમાં દીપડા દ્વારા માનવ વસ્તીમાં આવી હુમલા થવા ની ઘટના વારંવાર બનતી આવી છે અને વન વિભાગની સમય સૂચકતાના લીધે દીપડા પાંજરે પુરાઈ ચૂક્યા છેવાંસદા રાઉન્ડના વાંસદા બીટમાં આવેલ વડલી ફળિયામાં વન્યપ્રાણી દિપડો સાંજના સમયે અવર-નવર જોવા મળતા ગ્રામજનો દ્વારા વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ ને જાણ કરાતા પંચાયત દ્વારા

તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ સમય ૪:૨૦ કલાકે દુરવાણી યંત્ર ઉપર રાઉન્ડ કચેરી વાંસદા ખાતે જાણ કરતાં રાઉન્ડ ફોરેસ્ટર વાંસદાએ સ્થળ તપાસ કરી આર એફ ઓ રાઠોડ સાહેબ દ્વારા તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ વન્યપ્રાણી દિપડા પકડવાનું પાંજરૂ ગોઠવતાં તા.૦૫/૦૨/૨૦૨૫ ના રોજ સમય મળસ્કે ૫:૪૦ કલાકે વન્યપ્રાણી દિપડો પાંજરે પુરાયેલ છે. પાંજરે પુરાયેલ દિપડો માદા જાતિનો છે. જેની ઉમર અંદાજીત બેથી અઢી વર્ષ ની છે. દિપડાના સ્વાસ્થયની ચકાસણી વેટેનરી ઓફિસરશ્રી વાંસદા પાસે કરાવેલ છે. ત્યારબાદ દીપડાને જંગલમાં છોડવાની પ્રક્રિયા કરવામાં આવશે

