News

તા.૩૧મીએ રેડ એલર્ટને ધ્યાને લઈને જિલ્લા વહીવટીતંત્રનું આગોતરૂ આયોજનઃ

જલાલપોરના ગામોના ઝીંગા તળાવો ખાતે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાઃ

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના જિલ્લાઓમાં રેડ ઓરેન્જ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં નવસારી જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે ભારે પવન પણ ફુંકાવાની શક્યતાઓને ધ્યાને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ગામે ગામ તૈયારીઓ આરંભી છે.


નવસારી જિલ્લાની નગરપાલિકાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટીતંત્ર ટીમો દ્વારા મુલાકાત લઈને જરૂરી જણાય ત્યાં હોર્ડિંગ્સ, બેનરોને દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જલાલપોરના પનાર, દેલવાડા અને મચ્છાડ ગામો તથા ચીજ, દાંતી સહિતના અન્ય ગામોના ઝીંગા તળાવો ખાતે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ખેરગામ તાલુકામાં પણ તંત્ર દ્વારા બેઠક યોજી જે સગર્ભા મહિલાઓ, દિવ્યાંગો અને અશક્ત સિનિયર સિટીઝનોને સ્થળાંતર કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના ગામોમાં સરપંચો, તલાટીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી ભારે વરસાદના સમયે નદીકાંઠાના તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ઈમરજન્સીના સમયે સ્થળાતર કરવા અંગે સમત કર્યા હતા. આ ઉપરાંત ગામોમાં લાઉડ સ્પીકર દ્વારા આગાહી અંગે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *