News

ઉનાઈ ગામે રામ મંદિરની ચોરી થઈ હિન્દુ યુવા સંધટનનો આક્રોસ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા ઉનાઈ ગામે આવેલ શ્રી ઉનાઈ માતાજી મંદિર ની બાજુમાં આવેલા અતિ પ્રાચીન શ્રી મુછાળા રામજી મંદિરના જીણોધર નું કામ હજુ સુધી શરૂ ન થતા ફરી એકવાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉપવાસ આંદોલન પર બેઠા છે ભક્તજનોનું કહેવું છે કે મંદિરના પુનઃ નિર્માણમાં હવે વધુ વિલંબ ન થવો જોઈએ.
સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર માટે ઉનાઈ ગામે આવેલ ઉનાઈ માતાજીનું મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે જેના કારણે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.


આજ પવિત્ર પરિસરમાં આવેલ વર્ષો જૂનો શ્રી મુછાળા રામજી મંદિર હાલમાં જીણોધરની રાહ જોઈ રહ્યો છે થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મંદિરના જીણોધર માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કામ તાકીદે શરૂ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી ઘણા મહિનાઓ વીતી જવા છતાં રામજી મંદિરનું બાંધકામ શરૂ ન થતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ભક્તોમાં અ સંતોષ જોવા મળી રહ્યો હતો.
જીણોધરના કામમાં થઈ રહેલા વિલંબના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા અગાઉ પણ ઉપવાસ કાર્યક્રમ યોજાયા હતા. ફરી આજે તારીખ 4 ઓગસ્ટ 2026 ના રોજ ફરી એક વાર મંદિરના પ્રાંગણમાં આ મરણાંત ઉપવાસ શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે મંદિરના ટ્રસ્ટી તથા વાંસદા તાલુકાના મામલતદાર શ્રીએ જણાવ્યું હતું કે અગાઉ 90 દિવસમાં કામ શરૂ થસે નું વચન આપવામાં આવ્યું હતું પરંતુ કેટલાક ટેકનિકલ કારણસર કામમાં વિલંબ થયો છે તેમણે સંબંધિત મુખ્ય ઇજનેર શ્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી જીર્ણોદ્ધારની તમામ વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને બાંધકામ શરૂ કરવા રજૂઆત કરી છે.
બીજી તરફ ઉપવાસ પર બેઠેલા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોનું કહેવું છે કે માત્ર મૌખિક આશ્વાસન પૂરતું નથી પરંતુ જવાબદાર અધિકારી દ્વારા લેખિત ખાત્રી આપવામાં આવે અને કામ શરૂ કરવાની ચોક્કસ સમય મર્યાદા જાહેર કરવામાં આવે ત્યારબાદ જ તેઓ ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લેશે.
અંતે વાસદા તાલુકા મામલતદાર શ્રી મોદી સાહેબ તથા વાંસદા પોલીસ પીઆઇ શ્રી જેવી ચાવડા સાહેબના પ્રયત્નો બાદ ઉપવાસ પર બેઠેલા તમામ ભક્તોને સમજાવીને આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવા સારું જણાવતા ભક્તજનોને સંતોષપૂર્વક જવાબ આપતા તેઓએ હાલ પૂરતું આંદોલન આટોપી લીધેલા સમાચાર પણ સામે આવી રહ્યા છે
આસ્થા અને ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા આ પ્રાચીન મંદિરનું જીણોધર હવે વધુ વિલંબ વિના શરૂ થાય અને રાજ્ય સરકાર સંબંધિત વિભાગ તેમજ જન પ્રતિનિધિઓના સહયોગથી મંદિરને ફરી ભવ્ય સ્વરૂપ મળે તેવી માંગ ભક્તજનો અને સ્થાનિક લોકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *