News

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષણને લઈને ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે ધોરણ છ ના વિદ્યાર્થીઓને છેલ્લા બે મહિનાથી સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક ઉપલબ્ધ ન થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

રાજ્યમાં ધોરણ છ માટે સામાજિક વિજ્ઞાનનું સત્તાવાર પાઠ્યપુસ્તક ઉપલબ્ધ છે પરંતુ સ્થાનિક સ્તરે વિદ્યાર્થીઓ સુધી સમયસર પહોંચાડવામાં વિલંબ અંગે રજૂઆતો થઈ રહી છે. તારીખ 3 ઓગસ્ટ 2026 ના રોજ વાસદા તાલુકાના સરપંચશ્રીઓ સ્થાનિક આગેવાનો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ વાસદા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યું છે કે વાં સદા તાલુકામાં છેલ્લા બે મહિનાથી ધોરણ છ ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક સરકાર તરફથી આપવામાં આવ્યું નથી જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ રહ્યો છે અને તેમના ભવિષ્ય પર ખૂબ માઠી અસર પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.રજૂઆત કરતા ઓએ સરકારને તાત્કાલિક તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવા અને વિદ્યાર્થીઓને વિના વિલંબે પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.


સાથે જ કેટલાક સ્થાનિક આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે શિક્ષણ ક્ષેત્રે વિકાસના દાવાઓ કરવામાં આવે છે પરંતુ જો વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો પણ ન મળે તો આવા દાવાઓ સામે પ્રશ્નો ઊભા થાય છે.
હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ રજૂઆત ને કેટલા ગંભીરતાથી લઈ ધોરણ છ ના વિદ્યાર્થીઓને વહેલી તકે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *