News

ઉત્તરાયણના તહેવાર અગાઉ થરા પો.સ્ટે. વિસ્તારમાંથી આઈસર ગાડીમાં ભરેલ ચાઈનીઝ દોરીની ફીરકી તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ છે

ઉત્તરાયણના તહેવાર અગાઉ થરા પો.સ્ટે. વિસ્તારમાંથી આઈસર ગાડીમાં ભરેલ ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-૨૮૫૦ કિ.રૂ.૨,૮૫,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૮,૯૫,૦૦૦/- નો મારબત રકમનો ચાઈનીઝ દોરીનો જથ્થો પકડી એક ઈસમની અટકાયત કરતી એલ.સી.બી પાલનપુર- બનાસકાંઠા.

એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન બાતમી હકીકત આધારે થરા-શિહોરી હાઈવે રોડ ઠાકર હોટલની આગળ રોડ ઉપરથી આઈસર ગાડી નં.GJ-08-AY-1244 માંથી ચાઈનીઝ દોરી ભરેલ કાર્ટુન નંગ-૯૫ જેમાં ફીરકી નંગ-૨૮૫૦ કિ.રૂ.૨,૮૫,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કિ.૧૦,૦૦૦/- તથા આઈસર ગાડી કિ.રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી આઈસર ગાડીના ચાલક આરોપી વિનોદભાઈ નાથાભાઈ સોલંકી રહે. મજાદર તા.વડગામ વાળાને પકડી જીલ્લા મેજી સા.શ્રી બનાસકાંઠા પાલનપુર નાઓની કચેરીના તા.૧૫.૧૧.૨૦૨૫ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે પકડાયેલ ઇસમ તથા નહી પકડાયેલ ઉમરભાઈ બદરેઆલમ શેખ રહે.છાપી તથા મો.નં.9601130330 ના ધારકની વિરૂધ્ધમાં થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

અહેવાલ – ચેહરસિંહ વાઘેલા ઓગડ કાંકરેજ બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *