ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્રારા રાજ્યમા અલગ અલગ હોદા મુજબ કાર્યકર્તાઓ ના કામ મુજબ સીટ દીઠ પ્રદેશ પ્રતિનિધિના નામો જાહેર કરવામા આવ્યા છે એમા ભાજપના નિસ્થાવાન કાર્યકર્તા માજી તાલુકા પ્રમુખ ના સમય ગાળામા સારા કાર્ય થઈ વાંસદાની પ્રજા ના માનીતા હતા વાંસદા ભાજપને મજબુત પણ કર્યું હતું
એ નોંધ ભાજપ ગુજરાત પ્રદેશે જોતા એમની નિંમણુક કરવામાં આવી છે વાંસદાના પૂર્વ મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ(લીમઝર)ની નિંમણુક વાંસદા 177વિધાનસભા વાંસદા માટે કરવામાં આવી છે.એમા ભાજપ ગુજરાતના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ,મહામંત્રી રત્નાકર જી અને લોકસભા દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ, નવસારી જીલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાભાઈ શાહ સાહેબ ની અધ્યક્ષ સ્થાને થી લેવાયેલ નિર્ણય માટે વાંસદાના ભાજપના કાર્યકર્તાઓમા હોળીના તહેવાર મા ખુશી નો મહોલ છવાઈ ગયો.
