News

વડોદરા એરપોર્ટ ઉપર વડાપ્રધાનશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની ભાવનાની ઉજવણી


સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી


ભારત પર્વ 2025 (1 થી 15 નવેમ્બર) – 15 દિવસ માટે એક જ જગ્યાએ ભારતની વિવિધતામાં એકતા દર્શાવતી સંસ્કૃતિની ઝલક


15 દિવસના કાર્યક્રમના મુખ્ય ઘટકો: 100 ફૂડ, હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ, વિવિધ રાજ્યના પેવેલિયન અને 28 રાજ્યો તેમજ 8 કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક પ્રદર્શનો


15 નવેમ્બર: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભગવાન બિરસા મુંડા જયંતીની ભવ્ય ઉજવણી ***
16 અને 17 નવેમ્બર: ઉજવણીના સમાપન પ્રસંગે એકતાનગર ખાતે સાયકલથોન ઇવેન્ટ યોજાશે


વિવિધ રાજ્ય સરકાર ના મુખ્યમંત્રીશ્રી, ગવર્નર શ્રી તેમજ કેબિનેટ મિનિસ્ટરશ્રી અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, સાથે જ ખ્યાતનામ કલાકારો, કસબીઓ અને વિશેષ મહેમાનો આ 15 દિવસની ઉજવણીના વિવિધ દિવસોમાં કાર્યક્રમની શોભા વધારશે.


ગાંધીનગર, 30 ઑક્ટોબર, 2025: આવતીકાલે 31 ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં એકતાનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની સાથે જ, આગામી 1 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં ભારત પર્વ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભારત પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત પર્વ કાર્યક્રમ પ્રથમ વખત જ દિલ્હીની બહાર થઈ રહ્યો છે, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં એકતાનગર ખાતે યોજાઇ રહ્યો છે.

ભારત સરકારના પર્યટન મંત્રાલય અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તથા યુવક સેવ સાંસ્કૃતિક પ્રવૃત્તિઑ વિભાગ ના સહયોગથી, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે એકતા નગર ખાતે ભારત પર્વ 2025 ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની ભાવનાને પ્રસ્તુત કરશે – અનેકતા માં એકતા દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિ ના કાર્યક્રમો આયોજિત થશે.

ભારત પર્વ વિશે
ભારત પર્વ એ વાર્ષિક આયોજિત થનાર કાર્યક્રમ છે, જે ભારતની વિવિધ સાંસ્કૃતિક વારસાગત, ખાદ્ય પરંપરા અને કલાત્મક કૌશલ્યને દર્શાવે છે, અને રાષ્ટ્રીય એકતા અને સામૂહિક ગૌરવનો સંદેશ આપે છે.

આ વર્ષે આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી સાથે સુસંગત છે અને ભારતની વિવિધતા, એકતા અને શક્તિને ઉજવતી એક ભવ્ય ઉજવણી ના રૂપ માં એક આઇકોનીક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે.

વિવિધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જન પ્રતિનિધિઓ, સાથે જ ખ્યાતનામ કલાકારો, કસબીઓ અને વિશેષ મહેમાનો આ 15 દિવસની ઉજવણીના વિવિધ દિવસોમાં કાર્યક્રમની શોભા વધારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *