આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં નવસારી ટાઉનહોલ ખાતે નાગરિકો, પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ ઉત્સાહભેર યોગ કર્યા”યોગ એ માત્ર કોઈ શારીરિક કસરત નથી પરંતુ તે મન, વચન અને કર્મની શુદ્ધિનો પવિત્ર માર્ગ અને આપણી સંસ્કૃતિની અણમોલ ભેટ છે” – મંત્રીશ્રી નરેશભાઈ પટેલસ્વસ્થ જીવન માટે યોગ’ ના સંદેશ સાથે સામૂહિક યોગાભ્યાસ યોજાયો

વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત સમાન યોગને વૈશ્વિક ફલક પર ઓળખ અપાવનાર દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ૨૧ જૂન, ૨૦૨૬ ના રોજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિન – 2026 અંતર્ગત નવસારી જિલ્લાના આઇકોનિક પ્લેસ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી, તા. જલાલપોર ખાતે NCC નેવલ યુનિટ કેડેટ્સ , વિનય વિદ્યામંદિર, દાંડીના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીગણ અને નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલના કર્મચારીગણ તથા ગ્રામજનો દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી.
