News

વિકાસ સપ્તાહ ઉજવણી

વલસાડના કોચવાડા ગામમાં વિકાસ રથ આવી પહોંચતા સ્વાગત કરાયું, સૌ એ વિકસિત ભારતની પતિજ્ઞા લીધી

છેલ્લા ૨૪ વર્ષથી સેવા, સમર્પણ અને સુશાસનના ભાવ સાથે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યો છે, જેને પગલે નાગરિકના જીવનમાં પણ સુખાકારી આવી છે. આ ૨૪ વર્ષની વિકાસ ગાથાને ઉજવવાના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં ફરી રહેલો વિકાસ રથ બોદલાઈ, વલંડી, રોણવેલ, વાંકલ, ભોમા પારડી, કાંજણહરી, સેગવા અને ફણસવાડા ગામ થઈ કોચવાડા ગામમાં પહોંચ્યો હતો. જ્યાં વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારોએ રથનું ઉમેળકાભેર સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. સૌ એ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા માટે પોતાનું યોગદાન આપવાના સંકલ્પ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *