News

વલસાડ કોમર્સ કોલેજમાં વિશ્વમાં વિકસતું ગુજરાત; યુવાનોની ભૂમિકા વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે
કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખીને “નાગરિક પ્રથમ અભિગમ”
સાથે લોકાભિમુખ અને સુશાસનનાં પગલા લેવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીનો સમય
ગુજરાતના સર્વાંગી વિકાસનો સંક્રાંતિકાળ રહ્યો છે.
હવે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સિધ્ધ કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ થાય તે
હેતુથી રાજ્ય સરકાર દ્વારા પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યભરમાં તા. ૭ થી તા. ૧૫
ઓક્ટોબર દરમ્યાન વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજ
ખાતે તા.૯-૧૦-૨૦૨૫ ના રોજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વમાં વિકસતું ગુજરાત;

યુવાનોની ભૂમિકા, વિશ્વગુરુ ભારતના નિર્માણમાં ગુજરાતનો ફાળો, પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ વચ્ચેનું સંતુલન
જેવા વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર પ્રા.એમ.જી.પટેલ, ડૉ.પારસ શેઠ, ડૉ.નીલમ ઈટાલીયા, તથા
ડૉ.સપનાબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની પ્રેરણા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રો.
વિજયકુમાર આર.ચાંપાનેરી એ પૂરી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *