News

ભારે વરસાદ વચ્ચે આહવા-નવાપુર અને આહવા-વઘઈ માર્ગ પર તાત્કાલિક કામગીરી કરી, વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

ડાંગ જિલ્લામાં આજરોજ પડેલા ભારે વરસાદના કારણે આહવા-નવાપુર રોડ તથા આહવા-વઘઈ રોડ પર કેટલાક સ્થળોએ માટી ધસી આવી હતી, જેના કારણે વાહનવ્યવહારને અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી જેસીબી મશીન તથા માનવબળની મદદથી માર્ગ પર ધસી આવેલી માટી દૂર કરવામાં આવી હતી. ઝડપી કામગીરીના પરિણામે બંને માર્ગો પર વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ વાહનચાલકોને વરસાદ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન હંકારી જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *