સુરત એરપોર્ટ પર વાર્ષિક એન્ટી-હાઇજેકિંગ મોક ડ્રીલ-૨૦૨૫ યોજાઈ હતી. ત્રણ હાઇજેકરોએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. બપોરે ૧૧:૩૧ વાગ્યે દુબઈથી કોલકાતા આવતી ૧૬૨ મુસાફરોની ફ્લાઇટ નં.ABC-111 ને ૦૩ સશસ્ત્ર આતંકવાદીઓએ હાઇજેક કરી હતી. જેનો ઈમરજન્સી કોલ મળતા CISF QRT, CASO, એરપોર્ટ ઓપરેટર, સ્થાનિક પોલીસ, રાજ્ય ગુપ્તચર બ્યુરો સહિતની તમામ સંબંધિત એજન્સીઓ તેમજ એન્ટી-હાઇજેકિંગ કંટ્રોલ રૂમ(AHCR) સક્રિય થયા હતા.

પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સુરત CASO, ASGના શ્રી કુમાર અભિષેક, એરપોર્ટ ડાયરેક્ટરશ્રી આનંદ શર્મા, CISF, સ્થાનિક પોલીસ, ફાયર સર્વિસ, SOG, મેડિકલ ટીમ સહિતની તમામ મુખ્ય એજન્સીઓ જોડાયા હતા. ૧૧:૩૫ વાગ્યે CISF QRT દ્વારા આઇસોલેશન પાર્કિંગ બે (Isolation Parking Bay) ની નજીક ઇનર અને આઉટર કોર્ડન(Cordon), AAI ફાયર ટેન્ડર, વિમાનથી ૧૦૦ મીટરના અંતરે ફોરવર્ડ કમાન્ડ પોસ્ટ(FCP) સ્થાપિત કરી હતી. તમામ ઈમરજન્સી ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.
બપોરે ૧૨:૪૪ વાગ્યે ત્રણેય હાઇજેકરોએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમજ ૧:૪૫ વાગ્યે આ કવાયત પૂર્ણ થઇ હતી. ડિબ્રીફિંગ સત્રમાં નિરીક્ષકો અને સહભાગી એજન્સીઓએ મૂલ્યવાન સૂચનો શેર કર્યા હતા.

આ મોક એક્સરસાઇઝમાં CISF, જિલ્લા વહીવટીતંત્ર, SOG, AAI, એરલાઈન્સ, સ્થાનિક પોલીસ, મેડિકલ ટીમ, ફાયર સર્વિસ, BDDS, K9 વગેરે ટીમો સહિત કુલ ૩૫૦ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
