News

મહિલા સશક્તિકરણને વેગ આપવા નવસારીમાં મહિલા સ્વરોજગાર મેળાનું સફળ આયોજન

રોજગારની નવી તકો સાથે ૩૦૦થી વધુ મહિલાઓની ઉત્સાહી હાજરી

મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તથા જિલ્લા રોજગાર અધિકારી કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ હેતુસર આજ રોજ મહિલા સ્વરોજગાર મેળો સફળતાપૂર્વક યોજાયો હતો. મેળાનો મુખ્ય હેતુ જિલ્લાની મહિલાઓને સ્વરોજગાર, રોજગાર અને ઉદ્યોગ આધારક માહિતી સાથે પ્રત્યક્ષ તક પ્રદાન કરવાનો હતો. મેળામાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ૧૦થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. ખાસ નોંધનીય છે કે ૩૦૦થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને વિવિધ કંપનીઓ સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યા હતા.


આ કાર્યક્રમ પ્રસંગે કારોબારી અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયત અરવિંદભાઈ પાઠક, સામાજીક ન્યાય સમિતિ તાલુકા પંચાયત અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી બી.જે. ગામીત, જિલ્લા રોજગાર અધિકારીશ્રી પારૂલબેન, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી નિર્મલભાઈ ચૌધરી, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારી શ્રી વી.વી. ચૌધરી, જિલ્લાના કો-ઓર્ડિનેટર અસ્મિતા ગાંધી તથા OSC કેન્દ્ર સંચાલક હરસિદાબેન ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *