News

યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલે વાલીઓ અને અન્ય મુસાફરોની વિનંતી પર બિલધા-ધરમપુર તેમજ ધરમપુર-તામાછડી બસમા ઉભા રહી મુસાફરી કરી વિદ્યાર્થીઓને રૂબરૂ સાંભળ્યા.

ધરમપુર તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારના ગામો માટે સવાર અને સાંજના શાળા,કોલેજોના સમયે નવી GSRTC બસ સેવાઓ શરૂ કરવા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પરિવહન મંત્રી હર્ષ સંઘવી અને પરિવહન સચિવને ઉચ્ચ સ્તરે રજૂઆત.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા બિલધા,સુરગાણા, ચવરા અને આસપાસના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ,નોકરીયાતો,શ્રમિકો અને દર્દીઓની સુવિધા માટે નવી GSRTC બસ સેવા શરૂ કરવા તેમજ સાંજની પરત બસની યોગ્ય વ્યવસ્થા કરવા માટે સમસ્ત આદિવાસી સમાજના યુથલીડર ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા વલસાડ એસ.ટી. વિભાગીય નિયામક (DTO) તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર બોર્ડરના અંતરિયાળ ગામોમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો ધરમપુર જેવા મુખ્ય મથકો તરફ અવરજવર કરે છે. પરંતુ હાલની બસ વ્યવસ્થા અપૂરતી હોવાથી મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 52 થી 56 ની ક્ષમતા વાળી એકમાત્ર સવારની બસમાં 120 થી 130 જેટલા મુસાફરો અને વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાની જેમ ખીચોખીચ ભરાઈને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે, જેના કારણે બસ ઘાટ સેક્શન પર પણ માંડ માંડ ચઢી શકે છે.આથી ધરમપુર-બિલધા, ધરમપુર-સુરગાણા, અને ધરમપુર-ચવરા રૂટ પર સવારે 7:00 થી 7:30 ની વચ્ચે નવી GSRTC બસ શરૂ કરવામાં આવે.તેમજ ધરમપુરથી પરત ફરતા મુસાફરો માટે સાંજે 5:00 થી 5:30 વાગ્યાની આસપાસ પરત બસની વ્યવસ્થા કરવામાં આવે.તેમજ સ્થાનિક વિદ્યાર્થીઓ શાળા-કોલેજ સમયસર પહોંચી શકે તે મુજબ મુસાફરોની વાસ્તવિક સંખ્યાનો સર્વે કરી નવું સમયપત્રક

ગોઠવવામાં આવે.નવી બસ મંજૂર ન થાય ત્યાં સુધી હાલની બસના સમયને સવારે 7:00 થી 7:30 ની જરૂરિયાત મુજબ એડજસ્ટ કરવામાં આવે.
વિદ્યાર્થીઓ જ્યારે પોતાની આ મુશ્કેલીઓ અંગે સ્થાનિક એસ.ટી. કર્મચારીઓ સમક્ષ રજૂઆત કરવા જાય છે ત્યારે તેમની વાત સાંભળવાને બદલે ઘણીવાર દાદાગીરી કરવામાં આવતી હોવાનો આક્રોશ પણ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે. ડો.નિરવ પટેલે ચીમકી આપતા જણાવ્યું છે કે,તંત્રએ સામાન્ય પ્રજાના હક માટે વહેલી તકે માંગેલ બસો મુકવી પડશે.જો એસ.ટી. તંત્ર દ્વારા માનવતાવાદી ધોરણે આ ગંભીર સમસ્યાનો ત્વરિત અને હકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે, તો વિદ્યાર્થીઓ અને દૈનિક અપડાઉન કરતા મુસાફરોના હિતમાં ધરમપુર ડેપો ખાતે ઉગ્ર જનઆંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી GSRTC વિભાગની રહેશે.કારણકે ગરીબ મુસાફરો અને વિદ્યાર્થીઓ હક-અધિકારોના અભાવે પોતાનો અવાજ નહીં ઉઠાવી શકતા હોય,તંત્રને કોઈપણ સામાન્ય માણસોના હકો પર તરાપ મારવાનો બિલકુલ અધિકાર નથી મળતો.

આ ગંભીર જનહિતના મુદ્દે GSRTC હેડ ઓફિસના કસ્ટમર સપોર્ટ સેલ દ્વારા પણ વલસાડ વિભાગીય નિયામકને દિન-૧ માં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા તેમજ કરેલ કાર્યવાહીની જાણકારી ડો.નિરવ પટેલને પણ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *