News

સ્થાનિક કારીગરોના સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે લોકોને વસ્તુઓ ખરીદવાની અપીલ કરતા મંત્રીશ્રી

ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી (ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેન્શન કોટેજ) દ્વારા સુશાસનના ૨૫ વર્ષની ઉજવણી અને નવરાત્રી ઉત્સવ તેમજ આગામી સમયમાં આવનારા તહેવારો અંતર્ગત તા. ૦૧-૧૦-૨૦૨૬ થી ૧૦-૧૦-૨૦૨૬ સુધી દિન-૧૦ માટે દાબુ લો કોલેજ હોસ્ટેલ ગ્રાઉન્ડ, નવસારી ખાતે “સ્વદેશી હસ્તકલા હાટ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રમોધોગ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે સ્વદેશી હસ્તકલા હાટ પ્રદર્શન અને વેચાણ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળામાં રાજ્યના અંતરિયાળ વિસ્તારોના કુલ ૬૦ જેટલા વ્યક્તિગત કારીગરો, હસ્તકલા-હાથશાળ મંડળીઓ, સ્વસહાય જૂથો, સખી મંડળો, કલસ્ટર્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) ભાગ લઈ રહ્યા છે.

સવારે ૧૧:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી કાર્યરત રહેનાર આ હાટમાં કચ્છી ભરતકામ, બાંધણી, બામ્બુવર્ક, લેધરવર્ક, ઈમીટેશન જ્વેલરી, પેચવર્ક, વુડનવર્ક, મોતીકામ અને માટીકામ જેવી અનેક ભાતીગળ ચીજવસ્તુઓ સીધી કારીગરો પાસેથી મેળવવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવી છે. કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ઉદ્ઘાટન વેળાએ તમામ કલાપ્રેમી જનતાને આ હાટની મુલાકાત લઈ સ્વદેશી કારીગરોના આર્થિક સશક્તિકરણમાં સહભાગી થવા અને પ્રોત્સાહિત કરવા સૌને અપીલ કરી હતી. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી કેયુરીબેન નાયક, ભુરાભાઈ શાહ તેમજ નવસારીના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *