News

વઘઇ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૭મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી વઘઇ રેન્જ અને દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવા દ્વારા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વન મહોત્સવના સફળ આયોજનો થઈ રહ્યા છે. તેમણે ઉપસ્થિત નાગરિકોને વૃક્ષોની વિશેષતા અને આજના સમયમાં તેનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા અને જંગલોનું રક્ષણ કરવા માટે અપીલ કરી હતી.

સાથે જ કાર્યક્રમ દરમિયાન સ્વસ્થ રહેવા માટે ઓક્સિજન આપતા પ્રકૃતિના સ્ત્રોત સમાન વૃક્ષોનું જતન કરવા, સ્વચ્છતા જાળવવા તેમજ વડાપ્રધાનશ્રીના દેશવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત પ્રત્યેક નાગરિકને જોડાવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમ બાદ નાયબ મુખ્ય દંડકશ્રી, વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા વઘઇ રેન્જ વિસ્તારમાં શાસ્ત્રોક્ત વિધિ અને ઉત્સાહ સાથે સામૂહિક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો દ્રઢ સંકલ્પ લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *