લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજરોજ ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન,ગૌ સંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીએ આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલને વલસાડ જિલ્લામાં કેરી પાકના નુકસાન નું વળતર ખેડૂતોને ચૂકવવા માટે લેખિત રજૂઆત કરી છે સાંસદશ્રી દ્વારા કૃષિ મંત્રીશ્રીને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે તેમના કાર્યક્ષેત્ર વલસાડ જિલ્લામાં મુખ્ય બાગાયતી પાક કેરીનો છે, જેથી જિલ્લાના ખેડૂતો મુખ્યત્વે કેરીની આવક પર જીવન નિર્વાહ કરે છે,
વર્તમાન વર્ષે વાતાવરણની પ્રતિકૂળ અસરને કારણે કેરી પાકને લગભગ ૮૦ થી ૯૦ % જેટલું નુકસાન થવા પામેલ છે, જે બાબતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ વિવિધ ખેડૂત સંઘોએ વલસાડ જિલ્લા કલેકટરશ્રી અને સરકારશ્રીને સંબોધન કરતું આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેથી તેમની રજૂઆતોને ધ્યાને લઈ વલસાડ જિલ્લાને કેરીના પાકને નુકસાન પેટે ખેડૂતોને યોગ્ય વળતર આપવા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવી યોગ્ય વળતર ખેડૂતોને મળી રહે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટેની લેખિત રજૂઆત સાંસદશ્રી દ્વારા કરવામાં આવી છે

