આજરોજ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના પ્રથમ આદિવાસી મહિલા મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુરમુજી સાથે રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે લોકસભા ના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી
મુલાકાત દરમિયાન યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા લેખિત બંને પુસ્તકો અંગે મહામાઈ રાષ્ટ્રપતિ જીએ શુભકામનાઓ પાઠવી હતી તેમજ સાંસદશ્રી દ્વારા આદિવાસી વિસ્તારના લોકો માટે સાથે અન્ય તમામ સમાજના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રશંશા કરી હતી અને સાંસદના પ્રયાસોને બિરદાવ્યા હતા,સાંસદશ્રી તેમના મતવિસ્તારમાં વસતા લોકો સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે અને ઉત્તૃષ્ટ કામગીરી ભજવે તેવી શુભકામનાઓ મહામહિમ રાષ્ટ્રપતિજી એ પાઠવી હતી,મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમુજી દેશના અન્ય આદિવાસી સાંસદો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી એમના સમગ્ર જીવનકાળ દરમ્યાન એમના દ્વારા આદિવાસી સમાજ ના લોકો માટે સતત કાર્યરત રહી એમના ઉત્થાન માટે કરવામાં આવેલ કાર્યો ના સંસ્મરણોને યાદ કર્યા હતા*
