News

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આજે સવારે ભયાનક માર્ગ અકસ્માત

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આજે સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો છે.
સુબીરથી મહાલ જતા માર્ગ પર દેહર ગામ નજીક જીપ ગાડી પલટાઈ હતી.
આ ગાડીમાં અંદાજે 20 મુસાફરો સવાર હતા, જેમ કે ઈશખંડી ગામના રહીશો હતા.

આ દુર્ઘટનામાં એક 55 વર્ષીય પુરૂષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
જ્યારે 6 મુસાફરોને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને આહવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બાકીના નાનીમોટી ઈજાઓ ધરાવનારા મુસાફરોને સુબીર C.H.C. (Community Health Center) ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.સુચના મળતાંજ સુબીર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *