રિંગ રોડ અને ટાટા હાઈસ્કૂલ વિસ્તારમાંથી પૂરગ્રસ્તોને સુરક્ષિત બહાર કઢાયા; રાહત સામગ્રી, દવાઓ અને પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું
નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ત્રાંટકેલા જળપ્રલયની પરિસ્થિતિમાં ભારતીય સેનાના મરાઠા યુનિટ દ્વારા તારીખ ૨૪ અને ૨૫ જુલાઈના રોજ વ્યાપક બચાવ અને રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મરાઠા રેજિમેન્ટે રિંગ રોડ, ટાટા હાઈસ્કૂલ તથા આસપાસના જળમગ્ન વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલા કુલ ૬૩ વ્યક્તિઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરી નવજીવન બક્ષ્યું હતું.

આ વિકટ પરિસ્થિતિમાં સેનાના જવાનો દ્વારા રાહત સામગ્રી ઉપરાંત પીવાનું શુદ્ધ પાણી અને જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે રોગચાળો ફાટી નીકળે તે અટકાવા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન અને કાટમાળ હટાવવાની કામગીરી સઘનપણે ચલાવવામાં આવી રહી છે.

