News

તાપી જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારે અને મોડી સાંજના ટયુશન કલાસીસને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, તાપી જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ મથકોએ વહેલી સવારે 7:00 કલાક પહેલા તથા સાંજે 7:00 કલાક બાદ કોઇ પણ ટયુશન કલાસીસો ચાલુ રાખી શકાશે નહિં કે વિદ્યાર્થીઓને ટયુશન કલાસીસોમાં અભ્યાસ અર્થે બોલાવી શકાશે નહિં. ટયુશન કલાસીસોની આજુબાજુ 200 મીટર સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે નહિં.

શાળા-કોલેજોના કંપાઉન્ડમાં 200 મીટર સુધી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઇ ત્રાહિત વ્યક્તિ એકત્રિત થઇ શકશે નહિં. ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર ટ્યુશન ક્લાસીસના સ્થળે કોઈ આકસ્મિક બનાવ બને તો તેવા સમયે વિદ્યાર્થીઓના જાન-માલને નુકશાન ન થાય તે માટે સેફ્ટીને લગતી જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ રાખવાના રહેશે.

આ જાહેરનામાની અમલવારી તા. ૨૬ જુલાઈ, ૨૦૨૬ થી તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કાયદેસરની શિક્ષાને પાત્ર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *