News

વાસદામાં ભાજપની જીત પાછળ ધવલ પટેલનો જાદુ!

વાસદા તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના પરિણામો બાદ એક નામ સૌથી વધુ ચર્ચામાં છે લોકલાડીલા સાંસદ ધવલ પટેલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં તેમની મહેનત અને માર્ગદર્શન હવે સ્પષ્ટ રીતે પરિણામોમાં દેખાઈ રહ્યું છે તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી 16 બેઠકો અને જિલ્લા પંચાયતની સાત બેઠકોમાંથી ચાર બેઠકો જીતતા ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારમાં બહુમતી મેળવી છે જેને લઈને પક્ષના કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકીય વિશ્લેષકોનો માનવ છે કે આ વિજય પાછળ સાંસદ ધવલ પટેલની સતત મેદાની મહેનત અને મજબૂત સંગઠન શક્તિ મુખ્ય કારણ રહી છે

ચૂંટણી પહેલા અને દરમિયાન ધવલ પટેલ સતત વાસદા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં સક્રિય રહ્યા હતા ગામેગામ જઈને લોકો સાથે સીધો સંપર્ક સાધવો સ્થાનિક પ્રશ્નો સાંભળવા અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવી આ બધો તેમના પ્રચારનો મુખ્ય ભાગ રહ્યો હતો જેના કારણે મતદારોમાં વિશ્વાસ મજબૂત બન્યો હતો. ખાસ કરીને વિકાસ અને વિશ્વાસના સૂત્રને લઈને કરવામાં આવેલ અભિયાન લોકોને સ્પર્શી ગયું હતું. રસ્તા પાણી શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓમાં થયેલા કામોને લોકો સુધી પહોંચાડવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી પરિણામો જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ડીજેના તાલે વિજય રેલી કાઢવામાં આવી હતી અને આ જીતને સાંસદ ધવલ પટેલની મહેનતને સમર્પિત કરવામાં આવી હતી કાર્યકરોએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે આ જીત અમારા સંસદની મહેનત અને માર્ગદર્શનનું પરિણામ છે આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા વાસદ તાલુકામાં આવી મજબૂત પકડ બનાવી સહેલી બાબત નથી છતાં ધવલ પટેલે સંગઠનને એક સાથે બાંધીને અને સતત પ્રજામાં રહીને આ શક્ય બનાવ્યું છે હવે સમગ્ર વિસ્તારની નજર તેમની ઉપર રહેશે કે તેઓ આ વિશ્વાસને આગળ કેવી રીતે જાળવી રાખે છે અને વિકાસના વચનોને વધુ ગતિ આપે છે એ સમય સમય પર જોવાનું રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *