News ગુજરાત વાંસદા

વાંસદા તાલુકા પંચાયત કંડોલપાડા નવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના બેનર ન લગાવવા દેતા ભાજપના કાર્યકર્તાઓની અને મારા મારી

વાંસદા-વાસદા તાલુકા પંચાયત કંડોલપાડા નવ પેટા ચૂંટણી ની ખાલી પડેલ સીટ માટે ચૂંટણીના પ્રચાર દરમિયાન આજે દુબળફરિયા માં ભાજપના સાંસદ ધવલ પટેલ નો પ્રચારનો કાર્યક્રમ હોય જેને લઇ ભાજપના કાર્યકર્તાઓ ઝંડી અને બેનરો લગાવતા હતા અને પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર હેતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ બેનર અને ઝંડી લગાવતા હતા તે દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે ધવલ પટેલ આવે છે તો આજે તમારા બેનર અને ઝડી

ઓ લગાવતા નહીં જેને લઇ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિજયભાઈ અને અન્ય કાર્યકર્તાઓ ત્યાંથી બાઈક પર બેસી જવાની તૈયારી કરતા હતા બાજુમા બાઈક પર બેસેલા સતિષભાઈ લક્ષ્મણભાઈ પટેલ સાથે ભાજપના કાર્યકર્તાઓ નવસુભાઈ ,સુકર ભાઈ અને જગદીશભાઈ ત્યા બેસેલા સતિષભાઈ લક્ષ્મણભાઈ પટેલને અંગત અદાવતથી માર મારવાનું શરૂ કર્યું અને રસ્તા ઉપર ઉચકી ફેકીને પણ ઢોર માર મારવામાં આવ્યો. એ જોઈ ગ્રામજનો ઉશ્કેરાયા જેને લઇ સાંસદ ધવલ પટેલની મીટીંગ દુબળ ફળિયા ગામે ખાતે હતી અને ગ્રામજનો અને ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ભેગા થતા વાતાવરણ તંગ બન્યું હતું પોલીસ તંત્રને પણ જાણ કરતાં પોલીસ પણ ત્યાં પહોંચી અને ભેગા થયેલા કાર્યકર્તાઓને છૂટા પાડવાનો પ્રયાસો કરી રહ્યા હતા સતિષભાઈ લક્ષ્મણભાઈ પટેલ ને સારવાર માટે વાસદા કોટેજ હોસ્પિટલ મા લય જવામા આવ્યા. જ્યાં કાર્યકર્તાઓ સાથે મારામારીની ઘટના ખબર પડતાં જ વાસદા ચીખલીના

મારામારીના દ્રશ્યો

ધારાસભ્ય અનંત પટેલ હોસ્પિટલે મુલાકાતે પહોંચ્યા વાંસદા પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામા આવેલ છેચોરસ બોક્સસતિષભાઈ લક્ષ્મણભાઈ પટેલ ચૂંટણી પ્રચારમાંથી હું ઘરે જતો હતો અને અમારા ગામના હનુમાન મંદિર પાસે હું ઉભો હતો ત્યાં ભાજપના ચંદ્રકાંત પટેલ કોંગ્રેસ માધુભાઈ ના ભાઈ સાથે બોલાચાલી કરતા હતા ત્યાં જ અમારા કુટુંબના જગદીશભાઈ નવસુભાઈ શુકર ભાઈ આવી મને મારવાનું ચાલુ કરેલ પેટના ભાગે માથાના ભાગે લાતો મારી રસ્તા ઉપર ફેંકી ખૂબ માર માર્યો

સતિષભાઈ લક્ષ્મણભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *