News

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે “Cyber Law and Society” વિષયક સેમિનારનું આયોજન કરાયું

આહવા: તા: ૩: Knowledge Consortium of Gujarat (KCG) તથા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત CAWACH કેન્દ્ર (Cyber Awareness and Wellness against Cyber Hazards) અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું મુખ્ય વિષય “Cyber Law and Society” હતું. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં સાયબર કાયદા, સાયબર ગુનાઓ, ઓનલાઈન ફ્રોડ, ડિજિટલ સુરક્ષા અને જવાબદાર ઓનલાઈન વર્તન અંગે જાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમમાં શ્રી મિતેશ ગાયકવાડ (એડવોકેટ) તથા શ્રી રમેશ એ. ધૂમે વિષય નિષ્ણાંત તરીકે હાજરી આપી હતી. તેમણે IT Act, ૨૦૦૦, સાયબર ગુનાઓના પ્રકારો, ફરિયાદ કરવાની પ્રક્રિયા, સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ તથા ઓનલાઈન સ્કેમ્સથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રો. ગૌરાંગભાઈ ગાઈન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ૧૧૭ જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *