
વ્યારાઃ
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આજે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ અવસર પર સયાજી મેદાન ખાતે સૌપ્રથમવાર ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ જોડાઈને વિરાટ માનવ સાંકળ રચી.
વિદ્યાર્થીઓએ આ માનવ સાંકળ દ્વારા “જનજાતિય ગૌરવના પ્રતીક” એવા ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ તૈયાર કરી, જે તાપી જિલ્લાના ઇતિહાસમાં એક અનોખો અને યાદગાર પ્રસંગ બની રહ્યો.
કાર્યક્રમનો હેતુ ભગવાન બિરસા મુંડાના બલિદાન, વીરતા અને આદિવાસી ગૌરવના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ, એકતા અને ગૌરવની લાગણી ઝળકી ઉઠી.
શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો તથા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સયાજી મેદાન ખાતે રચાયેલી આ માનવ પ્રતિકૃતિએ તાપી જિલ્લામાં જનજાતિય ગૌરવનો નવો ઇતિહાસ રચી દીધો. ગણેશ મરાઠે સોનગઢ

