
સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિતે ભવ્ય ઉજવણી
સોનગઢ નગર તથા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આજે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ત્યારબાદ આદિવાસી સમાજના ભૂવા તથા યુવાનો દ્વારા પરંપરાગત નૃત્ય-ગીતોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ બિરસા મુંડાના જીવનસંઘર્ષ, વીરતા અને આદિવાસી હિત માટેના તેમના અવિસ્મરણીય યોગદાનને યાદ કરતાં સમાજમાં એકતા, સંસ્કૃતિ જાળવણી અને શિક્ષણના મહત્વનો સંદેશ પાઠવ્યો હતો.
સ્થાનિક આગેવાનો, મહિલા મંડળ અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનોએ હાજર રહ્યા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગણેશ મરાઠે સોનગઢ
