News નવસારી

આહવાના આંગણે પધારી રહી છે ડાંગ દરબારની શાહી સવારી “ડાંગ દરબાર” ને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય ભાતીગળ મેળાના આયોજન-વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથારે મેળાના સૂચારુ આયોજન અંગે સ્થળ મુલાકાત કરી ઉચ્ચ અધિકારીશ્રીઓને મેળાને વધુ લોક ભાગ્ય બનાવવાની હિમાયત કરી

(ડાંગ) : આહવા: તા: ૮: ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ નો ઐતિહાસિક લોકમેળા તા.૯ થી ૧૨ માર્ચ-૨૦૨૫ દરમિયાન આહવાના આંગણે યોજાનારા છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તથા તેના સૂચારુ આયોજન-વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાતિગળ મેળાની સમગ્ર તૈયારીઓ મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે.

આજ રોજ ડાંગ કલેક્ટર શ્રી રાજ સુથારે કાર્યક્રનું સ્થળ, મનોરંજનનું સ્થળ, તેમજ પાર્કીંગ વ્યવસ્થા અંગે જાતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સ્થળ મુલાકાત લઇ, ડાંગ દરબાર-૨૦૨૫ અનવ્યે રચાયેલી જુદા જુદા વિભાગો/અધિકારીઓની કમિટિઓને સોપવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં જિલ્લાની મુખ્ય સંકલન સમિતિની કામગીરી સાથે સ્ટેજ-મંડપ અને બેઠક વ્યવસ્થા અને મહાનુભાવોના સ્વાગત માટેની સમિતિ, સાંસ્કૃતિક કાર્યકમો માટેની સમિતિ, સફાઈ અને સૅનિટેશન સમિતિ, પીવાના પાણીની વ્યવસ્થા, મનોરંજન માટેના પ્લોટ અને વાણિજ્ય પ્લોટની ફાળવણી, ટ્રાફિક નિયમન, રાજવીશ્રીઓને ચૂકવાતા પોલિટિકલ પેન્શનના ચૂંકવણા, મહાનુભાવોના લાયઝનીંગ સહિત રહેવા-જમવાની વ્યવસ્થા, આપતિ વ્યવસ્થાપન, અને મેડિકલ સુવિધાઓ વિગેરે વિશે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના પ્રજાજનોમા અદકેરું સ્થાન મેળવનારા રાજવીશ્રીઓનુ ‘ડાંગ

દરબાર’ના મેળા દરમિયાન ઐતિહાસિક પોલિટિકલ પેન્શન એનાયત કરવા સાથે, તેમનુ પરંપરાગત રીતે સ્વાગત/અભિવાદન કરવામા આવે છે. આ અવસરે રાજ્યના રાજયપાલશ્રી વિશેષ ઉપસ્થિત રહી આ પરંપરાને જાળવે છે. તે પૂર્વે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ સાથે રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવે છે. જ્યારે મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવનના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *