ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સહિત વિવિધ પદાધિકારીઓ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી
નવસારી, તા.૦૬: નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે આગામી ૮મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે. જેને અનુલક્ષીને નવસારી, ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત હતું. હવે જિલ્લા તંત્ર દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યી છે. સમગ્ર તૈયારીઓ મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે.
આજરોજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સહિત વિવિધ પદાધિકારીઓ દ્વારા આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓને આપવામાં આવેલ આખરી ઓપની સમીક્ષા કરાઈ હતી.
પદાધિકારીશ્રીઓએ સમગ્ર વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારી કર્મચારીઓ પોતાની વ્યવસ્થાઓ અંગે મંત્રીશ્રી સહિત પદાધિકારીશ્રીઓને અવગત કર્યા હતા.
આ મુલાકાતમાં વેળા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધણીય છે કે, ગૃહ વિભાગના અગ્ર સચિવશ્રી નિપુર્ણા તોરવણેના સુપરવિઝન હેઠળ ૨૪૨૦ મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ મળીને એરપોર્ટ રૂટથી લઈને સમગ્ર કાર્યક્રમની સુરક્ષાની વ્યવસ્થા સંભાળનાર છે.

