ગુજરાત તાપી

દીપદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવામાં “ફાયર સેફટી અંગેની મોકડ્રીલ” યોજાઇ

આહવા: તા: ૧૧:  દીપ દર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે તારીખ ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ શાળાના આચાર્યાશ્રી સિસ્ટર સુહાસીની પરમારના માર્ગદર્શન હેઠળ “ફાયર સેફ્ટી મોકડ્રીલ કાર્યક્રમનું” આયોજન કરવામાં આવ્યું હતું.



આ કાર્યક્રમમાં સૌ પ્રથમ તો શાળાના આચાર્યાશ્રી સિસ્ટર સુહાસીની પરમારે આગ અને તેનાથી થતા નુકસાન વિશેની માહિતી આપી હતી. ત્યારબાદ થૈયા સેફ્ટી કંપનીમાંથી આવેલ શ્રી કીર્તેશભાઈ પ્રજાપતિએ આગ લાગવાના કારણો, આગ લાગતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી અને આગ સેફટી તરીકે અગ્નિ શામક બોટલનો કઈ રીતના ઉપયોગ કરવો તે અંગે વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ સમજ આપવામાં આવી હતી.



આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, એન.એસ.એસ.ના સ્વયંસેવકો તથા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *