News

કટોકટીના જંગમાં ભાજપ વિજેતા, વાસદા રાજકારણમાં મોટો ફેરફાર

વાસદ તાલુકામાં આજરોજ થયેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની મત ગણતરીએ રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે મતદાનમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે ભારતીય જનતા પાર્ટીકુલ 16 બેઠકો જીતીને સત્તા કબજે કરી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટી ને બાર બેઠકો મળી હતી જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો કુલ 9 બેઠકોમાંથી ચાર બેઠકો બીજેપીના ખાતામાં ગઈ હતી જ્યારે કોંગ્રેસે ત્રણ બેઠકો પર જીત નોંધાવી સંતોષ માન્યો હતો. બાકી બેઠકો પર અન્ય પરિબળો અસરકારક રહ્યા હોવા છતાં કુલ મળીને વાસદા તાલુકામાં રાજકીય માહોલ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં ઝૂકેલો જોવા મળ્યો હતો આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા વાસદા તાલુકામાં આ વખતે કટોકટીનો જંગ જોવા મળ્યો હતો. બંને મુખ્ય પક્ષો બીજેપી અને કોંગ્રેસ દ્વારા ભારે પ્રચાર અને મહેનત કરવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોને આકર્ષવા માટે

વિકાસના મુદ્દા અને વિશ્વાસના સંદેશા કેન્દ્રસ્થાને રહ્યા હતા અંતે મતદાતાઓએ વિકાસ અને વિશ્વાસ પર પોતાનો મેન્ડેટ આપ્યો હોવાનો રાજકીય વિશ્લેષકો માને છે વિજય બાદ ભારતીય જનતા પાર્ટી કેમ્પમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ ડીજેના તાલે વિજય રેલી કાઢી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ જીત પાછળ બીજેપીના લોકલાડીલા સાંસદ ધવલ પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવી રહી છે તેમની સતત મહેનત સંગઠન સાથેનો મજબૂત સંપર્ક અને વિસ્તારમાં કરાયેલા વિકાસ કાર્યોના પરિણામો આ વિજય શક્ય બન્યો હોવાનો પક્ષના નેતાઓ અને કાર્યકરો જણાવી રહ્યા હતા. હવે નજર રહેશે કે નવી બનેલી તાલુકા પંચાયત વિકાસના વચનોને કેટલા હદ સુધી સાકાર કરે છે અને લોકોના વિશ્વાસને કેવી રીતે જાળવી રાખે છે એ જોવાનો રહ્યું

વાસદા તાલુકાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામો બાદ રાજકીય વિશ્લેષણમાં એક રસપ્રદ ચિત્ર સામે આવ્યું છે જેમાં કોંગ્રેસ પાર્ટીની કામગીરી ખાસ ચર્ચાનો વિષય બની છે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 15 બેઠકો જીતી હતી જ્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીને છોડ બેઠકો મળવા પામી છે એટલે કે માત્ર એક જ બેઠકનો વધારો નોંધાયો છે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી એ મજબૂત ટક્કર આપતા 12 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે આ પરિણામોને લઈને કોંગ્રેસના ધારાસભ્ય આનંતભાઈ પટેલ ની ભૂમિકા ખાસ મહત્વપૂર્ણ બની છે સમગ્ર ચૂંટણી દરમિયાન અનંત ભાઈ પટેલ પોતાના તાલુકાના કાર્યકરો સાથે સતત મેદાનમાં સક્રિય રહ્યા હતા સીમિત સંસાધનો વચ્ચે પણ તેઓએ એકલા હાથે જબરજસ્ત લડત આપી હોવાનો માનવામાં આવે છે રાજકીય નિરક્ષકોનું માનવું છે કે ભાજપ તરફથી સાંસદ ધવલ પટેલ દ્વારા ભારે પ્રચાર અને સંગઠન શક્તિ હોવા છતાં કોંગ્રેસે પોતાના મતદારોને જાળવી રાખવામાં સફળતા મેળવી છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની પકડ યથાવત રહેવી એ અનંત ભાઈ પટેલની મેદાની મહેનતનું પરિણામ માનવામાં આવી રહ્યું છેજયારે સાંસદ ધવલ પટેલનુ ગામ ઝરી પણ અંનત પટેલ ના કબજા મા રહયુ આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે કે વાસદા તાલુકામાં રાજકીય જંગ હજી પણ એક તરફી નથી એક તરફ ભાજપની જીત અને સંગઠન શક્તિ છે અને નરેશ પટેલ હર્ષ સંધવી જેવા ધુરંધર નેતા તો બીજી તરફ કોંગ્રેસની મજબૂત ટક્કર અને જમીન સાથે જોડાયેલું નેતૃત્વ પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *