News ગુજરાત નવસારી

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના ૬૬ રસ્તાઓ અવરોધાયા

તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો: ઓવરટોપીંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રનો અનુરોધ

નવસારી,તા.૨૬: દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભારી વરસાદના કારણે આજરોજ તા.૨૬-૦૬-૨૫ના રોજ સવારના ૦૯:૩૦ વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના પંચાયત હસ્તકના કુલ-૬૬ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.



વિગતવાર જોઇએ તો, વાંસદા તાલુકાના ૨૪ રસ્તાઓ, ચીખલી તાલુકાના ૨૪ રસ્તાઓ, ખેરગામ તાલુકાના ૦૯  રસ્તા, નવસારી તાલુકાના ૦૫ રસ્તાઓ, ગણદેવી તાલુકાના ૦૩ રસ્તાઓ અને જલાલપોરના ૦૧,  મળી નવસારી જિલ્લાના ૬૬ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.

આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તથા આ તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. 
૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *