ઉનાઈ થી વાંસદા સુધીના હાઇવેના ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ સાંસદ સરપ્રાઈઝ વિઝીટ કરશે !
વાપી-શામળાજી હાઇવે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદની શરૂઆતમાં મસમોટા ખાડાઓ પડતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને લઈ અનેક જાગૃત નાગરિકો દ્વારા વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને ટેલિફોનિક અને રૂબરૂ રજુવાત કરી આ બાબતથી સાંસદને વાકેફ કરવામાં આવતા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા હાઇવે ઓથોરીટીના એન.એચ.એ આઈના ગુજરાતના વડાને બેદરકારી દાખવવા તેમજ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં પણ બેદરકારી રાખનાર અધિકારીઓને આ બાબતે આડે હાથ લીધા હતા. તેમજ સ્પષ્ટ સૂચના આપી કે તાત્કાલિક ધોરણે વરસાદ ચાલુ હોવા છતાં ઉનાઈ થી
વાંસદા,ધરમપુર સુધી ઠેકઠેકાણે પડેલા ખાડાઓ તેમજ જર્જરિત રસ્તાઓમાં જી.એસબી નાખી રસ્તાઓ રિપેર કરવાની સૂચના આપી હતી. તેમજ વરસાદ જેવો વિરામ લે એટલે તરત જ ઉનાઈથી ધરમપુર સુધી રસ્તાની મજબૂત કામગીરી કરવામાં આવે તેમજ હાલમાં પડેલા ખાડોની મરામત કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલીને લઈ અધિકારીઓને ખડેપગે રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી.જેને લઈ હાલમાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. અધિકારીઓ દ્વારા દર વર્ષે પડતા ખાડાઓનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવતું ન હોવાથી તેમજ ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં પણ અધિકારીઓ પોતાની આડસ ન ખંખેરતા હોઈ જેને લઈ દર વર્ષે અનેક નિર્દોષ વાહન ચાલકો ભોગ બનતા હોય છે. જેમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં લગભગ પાંચ જેટલા અકસ્માતો અને દસ થી વધુ દ્રીચક્રી વાહન ચાલકો પટકાયા હોવાની માહિતી સાંપડી હતી. જેને લીધે અહીંના જાગૃત નાગરિકો દ્વારા સાંસદ ધવલભાઈ પટેલને જાણ કરતા સાંસદ ધવલભાઈ પટેલ આકરા મૂડમાં આવી એન.એચ.એ આઈના ગુજરાતના વડા તેમજ તમામ અધિકારીઓની કલાસ લઈ કડકમાં કડક સૂચના આપી રસ્તા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહિ અને ચાલુ ચોમાસે પણ અવાર નવાર અધિકરીઓ ખડેપગે રહી ખાડાઓને પુરવાની કામગીરીઓ કરવા માટે સૂચના આપી હતી. તેમજ વરસાદ વિરામ લેતા ઉનાઈ થી ધરમપુર સુધી હાઇવેના રસ્તાને બનાવવાની પણ સૂચના આપી હતી.

………
અગાઉ એન.એચ.એ આઈના અધિકારીઓ સાથે મીટીંગો યોજી કડક સૂચનો આપ્યા હતા છતાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે. રસ્તાને લઈ મારી પાસે અનેક ફરિયાદો આવતા એન.એચ.આઈ ના ગુજરાતના વડાને કડક અને સ્પષ્ટ સૂચના આપી યુદ્ધના ધોરણે કામગીરી કરવા જણાવ્યું છે અને વરસાદ વિરામ લેતા ઉનાઈ થી ધરમપુર સુધીનો મજબૂત રસ્તો બનાવવાની પણ કડક સૂચના આપી છે. આ વખતે આ બાબતને લઈ કોઈ પણ પ્રકારની ઢીલાસ રાખવામાં આવશે નહિ.- (ધવલભાઈ પટેલ સાંસદ વલસાડ-ડાંગ)
………

વાંસદા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે સાંસદ ધવલભાઈ પટેલના આદેશથી ઉનાઈથી વાંસદા તરફ જતા રોડ પટના ખાડા પુરવાનું કામ ચાલુ હોઈ કામની ગુણવત્તા ચકાસી કામ કરનાર સંચાલકને સારી રીતે કામ કરવા માટે જણાવ્યું.(ડો.લોચન શાસ્ત્રી મહામંત્રી ભાજપા વાંસદા)
