News

નવસારી જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા શ્રી મનીષ ગુરવાની (IAS)

રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ નવસારી જિલ્લાના નવા કલેક્ટર તરીકે શ્રી મનીષ ગુરવાની (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓશ્રીએ આજરોજ નવસારી જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે.

       શ્રી મનીષ ગુરવાની (IAS) અગાઉ ગાંધીધામ  મહાનગરપાલિકામાં  મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વહીવટી ક્ષેત્રેનો તેમનો અનુભવ અને શહેરી વિકાસ ક્ષેત્રેનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હવે તેમને નવસારી જિલ્લાના કલેક્ટર તરીકે  જવાબદારી સોંપવામાં આવી છે.


        નવસારી  જિલ્લો  આદિજાતિ અને વિકાસલક્ષી યોજનાઓ માટે અગત્યનો જિલ્લો ગણાય છે. ખાસ વિકાસલક્ષી બાબતોને   કેન્દ્રમાં રાખીને પર્યટન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામ વિકાસ અને જનકલ્યાણ યોજનાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.

     જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ નવસારી જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી મનીષ ગુરવાની (IAS)નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. શ્રી મનીષ ગુરવાનીના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સુશાસન, જનસેવા અને વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *