News ગુજરાત વલસાડ

પારડી તાલુકા ના પરિયા ગામ ની પીડીલાઈટ કંપની માં થી ચોરી કરનાર બિહાર થી ઝડપાયો.

*રિપોર્ટર: જિગેન પટેલ*
(*તાલુકા: પારડી, પરીયા*)
પારડી તાલુકા ના *પરિયા ગામ માં પીડીલાઈટ પ્રાઇવેટ લિમિટેડ* કંપની માં કામદારે નોકરી ના પ્રથમ દિવસે જ *6,36,000/-* ના QR કોડ ટોકનોની કરી હતી ચોરી.


કોન્ટ્રાક્ટરે કામદારો ના આધારકાર્ડ લીધા હોવાથી પકડવામાં મળી સફળતા. તારીખ 15/05/25 ના રોજ કંપની ના production ઓફિસ માંથી 4236 ના વેચાણ QR કોડ જેની કિંમત રૂપિયા

*છ લાખ છત્રીસ હજાર* થાય છે એની ચોરી થઈ હતી અને જેની ફરિયાદ કંપની ના યુનિટ હેડ પારડી પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીશે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીશે ઘટના સ્થળ પર પહોંચી કંપની માં લાગેલા CC TV કેમેરા ચેક કર્યા હતાં જેમાં બે વ્યક્તિ ચોરી કરી જતાં નજરે આવ્યા હતા. કંપની માં આ બાબતે તપાસ કરતાં તારીખ 13/05/25 ના રોજ નવા આવેલા બે કામદારો હોવાની ઓળખ થઈ હતી.


આ બંને કામદારો એ કંપની માં ફક્ત એકજ દિવસ કામ કર્યું હતું. આ કામદાર ના કોન્ટ્રાક્ટરે એમના આધારકાર્ડ ની કોપી લીધેલી હતી. જેમાં એડ્રેસ બિહાર નું હતું અને એ આધારે પારડી પોલીશ બિહાર ના એડ્રેસ પર જવા તાબડતોબ રવાના થઈ હતી. અને જ્યાં થી  ક્રિષ્ન કુમાર વિનોદ સહ ઉંમર આશરે 23 વર્ષ તેના ઘરે થી ઝડપી પાડવામાં પોલીશ ને સફળતા મળી હતી. જ્યારે અન્ય એક આરોપી હજી ફરાર છે. પારડી પોલીસે તેને કોર્ટ માં રજુ કરી 5 દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે. આ બંને કામદારો સાળા બનેવી હોવાની ઓળખ થઈ છે.
બનેવી પકડાઈ ગયા છે જ્યારે સાળા હજી ફરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *