News

શારીરિક-માનસિક સ્ફૂર્તિ કાજે શાળાના વિદ્યાર્થીઓ અને ઉભરતા રમતવીરો યોગમય બન્યા

શિસ્તબદ્ધ ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓએ એકાગ્રતા સાથે કર્યા આસનો

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીમાં તાપી જિલ્લાના બાળકો અને વિદ્યાર્થીઓએ પોતાના અદ્ભુત ઉત્સાહથી વાતાવરણને ઊર્જામય બનાવી દીધું હતું. વ્યારા ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં વિવિધ શાળાઓના બાળકો અને જિલ્લાની DLSS (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) ના ઉભરતા રમતવીરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે કે. કે. કદમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની અને તાપી DLSS ની ખેલાડી કુ. ખુશાલીબેન પરમારે જણાવ્યું કે, મારી સ્કૂલના અને DLSS ના અન્ય રમતવીરો સાથે સામૂહિક યોગાભ્યાસ કરીને મને ખૂબ જ સારો અનુભવ થયો છે. યોગ કરવાથી જે શારીરિક અને માનસિક સ્ફૂર્તિ મળે છે, તેનાથી પ્રેરિત થઈને હવે હું મારા પરિવારના સભ્યોને પણ નિયમિત યોગ કરવા માટે આગ્રહ કરીશ.

નિયમિત રમતગમત સાથે જોડાયેલા DLSS ના બાળ ખેલાડીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા બાળકોએ પોતપોતાની શાળાના શિસ્તબદ્ધ ગણવેશમાં આવીને એકાગ્રતા અને ચપળતા સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *