News

વાલોડ તાલુકાના કલમકુઈ ગામે ‘સ્વચ્છતા સપ્તાહ’ અંતર્ગત શાળાના બાળકો દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ કેળવાય તેવા શુભ આશય સાથે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ ગામે ‘સ્વચ્છતા સપ્તાહ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીના ભાગરૂપે કલમકુઈ ગામની સ્થાનિક પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોના સહયોગથી એક ભવ્ય સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતાના સંદેશા દર્શાવતા પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે સમગ્ર ગામના વિવિધ માર્ગો પર ભ્રમણ કર્યું હતું.

આ રેલી દ્વારા ગ્રામજનોને પોતાના ઘર તેમજ આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ગ્રામ પંચાયત અને શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામને સંપૂર્ણ સ્વચ્છ અને સુંદર રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *